Education

શ્રી નાનાલાલ વોરા વિનય મંદિર ઉત્તર બુનિયાદી વિદ્યાલય

વિદ્યાર્થી ક્ષમતા : ૧૩૦ થી ૧૪૦
સ્થાપના વર્ષ : ૧૯૭૯
નામ : શ્રી નાનાલાલ વોરા વિનય મંદિર ઉ.બુ.વિદ્યાલય-નીલપર

પ્રારંભ : શ્રી નાનાલાલ વૈકુંઠરાય વોરા “ નાના કાકા ” ના નામથી સમાજમાં ખ્યાતિ પામેલા. તેઓ સંસ્થાના સ્થાપક શ્રી મણિભાઈ સંઘવીના ગુરૂ હતા. ગુરૂ ઋણ અદા કરવાની ભાવનાથી શાળા સાથે તેમનું નામ જોડવામાં આવ્યું છે. આ શાળાની શરૂઆત તા.૧૮-૦૬-૧૯૭૯ના રોજ નીલપર ગામના જર્જરીત મકાનમાં અ.સૌ.મુકતાબેન ભાવસારના હસ્તે થઈ. ત્યારે ધોરણ-૮માં ૨૬ વિદ્યાર્થીઓ દાખલ થયેલા, જેમાં ૪ કન્યાઓ હતી. આ શાળા શરૂ થઈ ત્યારે રાપર તાલુકાની ૧,૧૦,૦૦૦ ની વસ્તી વચ્ચે એક જ માધ્યમિક શાળા હતી અને તે પણ તાલુકા મથકે જ. હાલ આ શાળામાં ૧૨૫ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

પ્રકાર : ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા.
ધોરણ : ૯ અને ૧૦   વર્ગ : ૧-૧
કાર્યકર્તા : હાલ શૈક્ષણિક :૨, 
બિન શૈક્ષણિક :  –    કુલ : ૨  ખાલી જગ્યા શૈક્ષણિક – ૨   બિન શૈક્ષણિક – ૧

ભૌતિક સુવિધા : ૩ વર્ગ રૂમ, ૧ પ્રયોગશાળા, ૧ શિક્ષક ખંડ, ૧ વાંચનાલય, ૧ પુસ્તકાલય, ૧ કાર્યાલય, ૧ કમ્પ્યુટર રૂમ, ૧ ઉપાસના ખંડ.
કુલ બાંધકામ : ૭૪૩૬ ચો. ફૂટ.
હેતું : આ શાળાનો વિદ્યાર્થી શરીરથી ખડતલ, મનથી મજબુત, સ્વાવલંબી, મહેનતુ, અભ્યાસમાં તેજસ્વી, ભગવાનમાં શ્રદ્ધા-આસ્થા રાખનાર, પોતાનું સ્વાસ્થ્ય જાળવનારો, હક્કનું ખાનારો તેમજ આજીવિકા યોગ્ય રીતે મેળવનારો બને તેવો અમારો સતત પ્રયત્ન છે.

ઉપલબ્ધિ
(૧) શ્રી ચંદ્રકાંત અંજારીયા ટ્રસ્ટનો એવોર્ડ મળેલ.
(૨) ઉદ્યોગ સાથે શિક્ષણ આપતી કચ્છની પ્રથમ ઉ.બુ. શાળા.

અમારી પ્રાર્થના : પ્રભુને…

આ છે છેલ્લી યાચના આપ પાસે  મારા ઊંડા છેક અંત: સ્થળેથી
છેદી નાખો ક્ષીણતા સર્વ મારી પૂરા જોરે ખડગ ઝીંકી પ્રભુજી !

માવજીભાઈ વેદ છાત્રાલય – નીલપર

નામ : શ્રી માવજીભાઈ વેદ છાત્રાલય – નીલપર

પ્રારંભ : ગુરૂ ઋણ અદા કરવા શ્રી મણિભાઈએ આ છાત્રાલય સાથે જેનું નામ જોડાયેલું છે તે માવજીભાઈ એક સાધુ ચરિત સંસ્કારી પુરુષ હતા તથા કચ્છના ગાંધી તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર રચનાત્મક પ્રવૃત્તિના જનક હતા. આ બક્ષીપંચ છાત્રાલયની શરુઆત તા. ૧૮-૦૬-૧૯૭૯

માન્ય સંખ્યા : ૧૦૦ છાત્ર.
કાર્યકર્તા : ગૃહપતિ-૨, રસોયા -૩, ચોકીદાર-૧ મળીને કુલ ૬ નો સ્ટાફ ફરજ બજાવે છે.
ભૌતિક સુવિધા : ૧૫૦ વિદ્યાર્થીઓ માટેનું સુવિધાપૂર્ણ છાત્રાલય, કોઠાર, ભોજનાલય, રસોડું, સ્નાનઘાટ, તરણહોજ, વરસાદનું પાણી સંગ્રહવા માટે ૧ લાખ લીટર ભૂગર્ભ ટાંકો, બે ગૃહપતિ નિવાસ, સ્વાધ્યાય ખંડ તથા રમત-ગમતનું મેદાન.
કુલ બાંધકામ : ૧૫૨૪૩ ચો.ફૂ.
પ્રવૃત્તિ : પ્રાર્થના, સફાઈ, આનંદ મેળો, શૈક્ષણિક પ્રવાસ, શ્રમ શિબિર, વન ભોજન, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, યુવા પ્રતિભા શોધ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્વયંપાક, સમૂહ રમતો, તરણ સ્પર્ધા, ખજાનાની શોધ, વ્યાખ્યાનો, ઉત્સવ ઉજવણી, સમૂહ વાંચન અને સમૂહ જીવનની ભાવના ને પોષક અનેકવિધ પ્રવૃત્તિઓ.

શ્રી સુશીલ શિશુ શાળા અને કન્યા છાત્રાલય શરૂ થયા વર્ષ : ૧૯૯૪

પ્રકાર : પ્રાથમિક શાળા (નિવાસી)

ધોરણ : ૧ થી ૮

ક્ષમતા : ૧૫૦ બાળાઓ હાલમાં ૧૨૦ બાળાઓ :

ભૌતિક સુવિધા : સુવિધાપૂર્ણ છાત્રાલય અને વિદ્યાલય

બાંધકામ : ૧૫૨૫૨ ચો.ફૂટ.

પ્રવૃત્તિ : તરણ સાયકલીંગ, સિલાઈ, કિચન ગાર્ડન, ભરતગુંથણ, રસોઈકળા, કમ્પ્યુટર શિક્ષણ, મહેંદી, ઉત્સવ ઉજવણી, શૈક્ષણિક પ્રવાસ, પગપાળા પ્રવાસ, બાલોત્સવ, સર્જનાત્મક પ્રવૃત્તિ, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ.

 

કાર્યકર્તા : શૈક્ષણિક – ૮, બિન શૈક્ષણિક – ૩, કુલ – ૧૧

      દેશના જે વિસ્તારમાં આદિવાસી બાળાઓમાં શિક્ષણનું પ્રમાણ ૨% કરતા પણ ઓછું હતું, તેવા વિસ્તારમાં આ બાળાઓના શિક્ષણના સ્તરને ઊંચું લાવવા કેન્દ્ર સરકારે ૧૯૯૪માં એક યોજના નીચે “ફક્ત આદિવાસી બાળાઓ માટેની નિવાસી શાળાઓ શરૂ કરેલી. જેનો લાભ કચ્છ જીલ્લાના વાગડ અને ખડીર વિસ્તારને પણ મળ્યો.. ને આ પ્રકારની બે શાળાઓ શરૂ થઈ…  તેમાંની એક શાળા તે આપણી…

       વરસો પહેલા નિમેલી એક કમીટીએ અભ્યાસ કરીને જાહેર કર્યું કે કચ્છના કોળી, દેવીપૂજક અને ભીલ એ મૂળ આદિવાસી વંશના નથી. તેથી કેન્દ્ર સરકારે ૨૦૦૨-૦૩માં એક ખરડો પસાર કરીને કચ્છની આ ત્રણેય કોમને આદિવાસીમાંથી રદ બાતલ કરી…  તેથી આ યોજના તળે મળતી કેન્દ્ર સરકારની આર્થિક મદદ પણ બંધ થઈ.

       વરસો પહેલા નિમેલી એક કમીટીએ અભ્યાસ કરીને જાહેર કર્યું કે કચ્છના કોળી, દેવીપૂજક અને ભીલ એ મૂળ આદિવાસી વંશના નથી. તેથી કેન્દ્ર સરકારે ૨૦૦૨-૦૩માં એક ખરડો પસાર કરીને કચ્છની આ ત્રણેય કોમને આદિવાસીમાંથી રદ બાતલ કરી…  તેથી આ યોજના તળે મળતી કેન્દ્ર સરકારની આર્થિક મદદ પણ બંધ થઈ.          આ બાળાઓમાં શિક્ષણનું સ્તર આપણે ઈચ્છીએ તેટલું હજી ઊંચું ન આવ્યું હોવાથી આ પ્રકલ્પને ચાલુ રાખવા આપણે રાજ્ય સરકારને દરખાસ્ત કરી… ત્યાંથી “ આપની આ દરખાસ્ત સ્વીકાર્ય બની શકે તેમ નથી

“  તેવો પ્રત્યુત્તર આવતા આ શાળાને બંધ કરવાને બદલે આપદ્દ ધર્મ તરીકે શરૂ રાખવાનું સ્વ.શ્રી મણિભાઈએ વિચાર્યું પરંતુ આ સમાજના વાલીઓની આર્થિક સ્થિતિ તદ્દન સામાન્ય હોવાથી તેઓ પોતાની બાળાઓને શિક્ષણ આપવા માટે નિવાસી શાળાનો આર્થિક બોજ ઉપાડીને ભણાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી ત્યાંથી સહયોગ મળવાની શકયતા નહીંવત રહી. તેવી રીતે દાન સિવાયના આવકનો કોઈ અન્ય સ્રોત સંસ્થા પાસે ન હોવાથી આ શાળા કેવી રીતે શરૂ રાખવી ?  તે એક યક્ષ પ્રશ્ન બન્યો. પણ સ્વ. શ્રી મણિભાઈને સમાજના ઉત્તમ વિચારકો, સજ્જનો, સંસ્થાઓ, ટ્રસ્ટો, દાતાઓ, સ્વજનો પર બહુ મોટી શ્રદ્ધા હોવાથી દાન આધારિત કન્યા દત્તક યોજના શરૂ કરીને તેમણે આ કન્યા કેળવણીના યજ્ઞને પ્રજ્વલિત રાખ્યો… તેનું ફળ સ્વરૂપ પરિણામ…  તે આપણી આ સુશિલ શિશુ શાળા અને સુશીલ કન્યા છાત્રાલય. જેને ચલાવવા માટે નથી મળતી કોઈ ગ્રાન્ટ કે નથી તે વાલીઓની ફી આધારિત સ્વનિર્ભર શાળા…  એ છે દાતાઓએ, સંસ્થાઓએ, ટ્રસ્ટોએ, સ્વજનોએ આપેલ “ સમિધ ” ની દેણ.

પ્રતિ,

    સાદર વંદન

વિષય : વંચિત સમુદાયની જરૂરિયાતમંદ કન્યાઓને શિક્ષણ અને છાત્રવાસની સુવિધા આપવા માટે આર્થિક સહયોગ મેળવવા બાબત…

     પરમ કૃપાળુ પરમેશ્વરને મોટા મોટા તારાઓ કરતાં માનવીએ પેટાવેલાં નાનાં નાનાં કોડીયાંઓ વધુ વહાલાં લાગે છે. આવું જ એક કોડીયું શ્રધ્ધેય શ્રી મણિભાઈ સંઘવીએ કચ્છના વાગડ જેવા પછાત વિસ્તારના વંચિત સમુદાયના સર્વાંગી વિકાસ માટે પેટાવ્યું છે. જે ગ્રામ સ્વરાજ સંઘને નામે પ્રકાશિત છે. તેને પ્રજવલિત રાખવા દર વરસે અનેક સ્વજનો, સજ્જનો તરફથી હૂંફ-ઓથ-આધાર અને સધિયારો મળતો રહયો છે. એ સૌનું ઋણ અમારા હૈયે છે.

        સંસ્થા પરિસર પર રહીને ધો. ૧ થી ૧૦ નાં ૩૦૦ જેટલાં વંચિત સમુદાયના બાળકો અહીં ભણે છે અને તેમની રહેવા, જમવા, ભણવા, શૈક્ષણિક સામગ્રી, વીજળી, પાણી આદિની સઘળી સુવિધા સંસ્થાએ આપવાની થાય છે. તેમાંથી ૧૦૦ જેટલાં બાળકોને સરકારની સ્કોલરશીપ મળે છે. થોડાં બાળકો સ્વખર્ચે ભણે છે. પણ ૧૫૦ જેટલા વંચિત-ગરીબ વર્ગના કુમાર-કન્યાઓ કે જેમની આર્થિક સ્થિતિ વધુ દયનીય છે. તેમની જવાબદારી સંસ્થાએ લેવી પડે છે. અને તેમાં ૮૦ જેટલી તો કન્યાઓ જ છે. આ કન્યાઓ દૂર દૂરના તદ્દન વેગળા વિસ્તારમાંથી ગરીબ પરિવારમાંથી આવે છે. શિક્ષણ-સૂર્યનાં તેજરશ્મિઓનું અજવાળું ત્યાં હજી પહોંચ્યું નથી. તે પહોંચાડવાની અમારી મથામણ છે.

          અહીં શિક્ષણની સાથે સાથે રક્ષાબંધન પર્વ નિમિત્તે હાથે રક્ષા બનાવવી, સ્વાતંત્ર્ય દિને પરેડ, નવરાત્રિ પર આપણી સંસ્કૃતિને ઉજાગર કરતા ગરબાઓ રમતાં શીખવું, રસોઈ બનાવતાં શીખવું, માટી અને કાગળમાંથી રમકડાં બનાવતાં શીખવું, તરતાં શીખવું, સાયકલ ચલાવતાં શીખવું, દીવાળી પર અભિનંદન કાર્ડ બનાવતાં શીખવું, રંગોળી પૂરવી, પગપાળા પ્રવાસો કરવા, અભિનય ગીતો, નાટકો, ટીપણી નૃત્ય, ટીટોડાથી ધરતીને ધમધમાવવી… વગેરે પ્રવૃત્તિઓથી દર વરસ સભર રહે છે.

          આ બધી પ્રવૃત્તિઓ દ્વારા તેમનામાં પડેલું કૌવત અહર્નિશ ખીલતું રહે છે. તેથી આખું વર્ષ આ પરિસર તેમના મીઠા કલશોરથી ગુંજતું રહે છે. કુદંકુદીથી ધમધમતું રહે છે અને મધુરાં ગીતોથી મહેકતું રહે છે. અહીં આવીને બાળાઓ સ્વચ્છ રહેતી થઈ, સંપીને રહેતાં શીખી, વ્યસનમુક્ત બની અને આત્મવિશ્વાસપૂર્વક પોતાની વાત રજૂ કરતી થઈ.

          આ બાળાઓ અહીં રહી તેથી તેમનાં માતા પિતા નચિંત થઈને તેમના ધંધે વળગ્યાં. કોઈકે વગડામાં પડાવ નાખી કોલસા કર્યા… તો કોઈ પોતાનું વાંઢિયું છોડી મીઠું પકવવા માટે અગરિયા તરીકે જોડાયા. કોઈ શહેરોમાં થતાં બાંધકામમાં મજૂર તરીકે જોડાયા…  તો કોઈ ટેલીફોનના વાયરો માટે ખાઈ ખોદવામાં જોડાયા !

           જો સંસ્થાને આપ જેવા-શિક્ષણ અને સંસ્કારના બીજ વાવવાને સ્વધર્મ સમજનારા… નિ:સ્વાર્થી દાતાઓ દ્વારા આર્થિક સહયોગ પ્રાપ્ત ન થઈ શકયો હોત તો આ બાળાઓ કદાચ તેમના માતા-પિતા સાથે, અગરમાં મીઠું પકવતી હોત કે કોલસાની ભઠ્ઠી માટે ધોમધખતા તાપમાં લાકડાના ટુકડાઓ ગોઠવતી હોત… એક બાળ મજૂર બની ગઈ હોત… કન્યા કેળવણી દ્વારા સમાજ પરિવર્તન-સમાજ ઉત્થાન માટે શુદ્ધ કરૂણા ભાવથી આદરેલા આપણા-અમારા આ યજ્ઞ કાર્યમાં હોમ દ્વવ્ય મળતાં રહેશે એવી શ્રદ્ધા છે. આપની હુંફ, હૃદયનો ભાવ અને સ્નેહ અમારી પ્રવૃત્તિઓને પ્રેરણા-પ્રોત્સાહન અને ઉર્જા આપશે.

          આટલી બાળાઓની રહેવા, જમવા, શિક્ષણાદિની પાછળ ઠીકઠીક ખર્ચ થાય છે. પ્રત્યેક બાળા પાછળ વર્ષે ૨૨૦૦૦ થી વિશેષ ખર્ચ આવે છે. અને પ્રતિ વરસે તે વધતો રહે છે. આ માટે કેટલાક મિત્રો-દાતાઓ અમને સહાયભૂત થાય છે.

     આપ પણ આ દીકરીઓના વાલી બની આ કેળવણીયજ્ઞમાં આપના હોમ – દ્રવ્ય અર્પીને એક સામાજિક જવાબદારી – નૈતિક ફરજ અદા કરી ગરીબ અને વંચિત કન્યાઓના જીવનમાં સૌરભ ફેલાવી તેમનો આંગળી પકડયાનું પુણ્ય મેળવી શકો…

    જેમ નાચતા – કૂદતા જળનું સંગીત નદીના કાંકરાને સુંવાળા બનાવે છે તેમ દીકરીનું માધુર્ય માતા –પિતાના ખાસ કરીને પિતાના હૃદયને આર્દ્ર અને સુંવાળું બનાવે છે.   ગુણવંત શાહે સરસ કહયું છે કે

મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળબિંદુમાં એકઠાં થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે. 

 ચાલો, આપણે સૌ સાથે મળી આવી દીકરીઓના કલ્યાણ માટે મથીએ…

કન્યા કેળવણીના

આ યજ્ઞકાર્યમાં આપ નીચેની રીતે ઉપયોગી થઈ શકશો…

આભાર સહ 

સંપર્ક  

નકુલભાઈ ભાવસાર : મો.નં. ૯૮૨૫૦ ૧૪૦૭૪  

મુકતાબેન ભાવસાર : મો.નં. ૯૭૧૨૨ ૪૧૯૮૯ 

આભાર સહ

સંપર્ક 
 વ્યવસ્થાપક   –    ટ્રસ્ટી
 શ્રી ગ્રામ સ્વરાજ સંઘ – નીલપર
  તા. રાપર – કચ્છ.

સરદાર કન્યા છાત્રાલય – નીલપર સંચાલન સંભાળ્યા વર્ષ : ૧૯૯૧

નામ : સરદાર કન્યા છાત્રાલય – નીલપર (બક્ષીપંચ કન્યા છાત્રાલય)

પ્રારંભ : વાગડ વિસ્તારમાં કન્યા કેળવણીના ૨% શિક્ષણ સામે વધારે બાળાઓ ભણતી થાય તે માટે વર્ષ:૧૯૯૦-૯૧માં સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સ્વ.શ્રી મગનભાઈ સોની દ્વારા ધોરણ-૧ થી ૭ ની ૨૦ કન્યાઓ માટે છાત્રાલયની શરૂઆત થઈ તથા સ્વ. શ્રી મગનભાઈ સોનીની ઈચ્છાથી આ છાત્રાલયનું સંચાલન વર્ષ : ૧૯૯૨-૯૩ થી આ ટ્રસ્ટને સોંપાયું.

માન્યતા : ૪૨ બાળાઓ

કાર્યકર્તા : ગૃહમાતા-૧, રસોયા-૧, ચોકીદાર-૧  કુલ-૩

પ્રવૃત્તિ : સમૂહ જીવન, પ્રાર્થના, પ્રવાસ, ખજાનાની શોધ, રસોઈ, શિવણ તાલિમ, તરણ સ્પર્ધા, સાઈકલ સ્પર્ધા, સમૂહ વાંચન, શ્રમ, ઉત્સવ ઉજવણી, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો.

અનુદાનિત શાળા – વલ્લભપુર

સ્થાપના વર્ષ : ૧૯૯૯

પ્રકાર : અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (મિશ્ર નિવાસી)

ધોરણ : ૧ થી ૮     વર્ગ : ૭

કાર્યકર્તા : શૈક્ષણિક-૫ , બિન શૈક્ષણિક -૪ , કુલ-૯ 

ભૌતિક સુવિધા : સુવિધાપૂર્ણ છાત્રાલય + વિદ્યાલય, પાણી માટે બોર, મોટર, લાઈટ તથા રમત-ગમતનું વિશાળ મેદાન. બાંધકામ : ૧૫૦૦૦ ચો.ફૂટ.

સરદાર કુમાર છાત્રાલય – વલ્લભપુર સંચાલન સંભાળ્યા વર્ષ – ૧૯૯૧

નામ : સરદાર કુમાર છાત્રાલય – વલ્લભપુર (બક્ષીપંચ છાત્રાલય)

પ્રારંભ : સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડાયેલ આ છાત્રાલયની શરૂઆત સ્વ.શ્રી મગનભાઈ સોની દ્વારા વર્ષ ૧૯૫૨માં થઈ તથા તેમની ઈચ્છાથી વહીવટ અને સંચાલનની જવાબદારી વર્ષ : ૧૯૯૧-૯૨ થી આ સંસ્થાએ સંભાળી.

હેતુ : જયાં શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા ઉપલબ્ધ નથી તેવા દૂર-સુદૂર વાંઢોમાં વસતા વંચિત સમુદાયના બાળકો તથા સ્વરોજગારી માટે સ્થળાંતરિત થતાં પરિવારોના બાળકોને અભ્યાસ કરવા માટેની સુવિધા આપી તેમને સહાયભૂત થવું.

માન્યતા : ૭૦ છાત્રો     ધોરણ : ૫ થી ૮

કાર્યકર્તા : ગૃહપતિ -૧, રસોયા-૨, ચોકીદાર-૧  કુલ-૪

ભૌતિક સુવિધા :- છાત્રાલય, સ્નાનઘાટ, ભોજનાલય, કોઠાર, વોટર સ્ટોરેજ ટેંક, કૂવો, મોટર, લાઈટ.

પ્રવૃત્તિ : સમૂહ જીવન, પ્રાર્થના, શૈક્ષણિક પ્રવાસ, ઉત્સવ ઉજવણી, રમત-ગમત, વાંચન, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે …

બાળ વિકાસ કાર્યક્રમ અનુદાન : ક્રાય – મુંબઈ શરૂ થયા વર્ષ : ૨૦૦૧

નામ : CRY(STEP) બાલ વિકાસ કાર્યક્રમ

સમાવિષ્ટ ગામો : વાગડ વિસ્તારના અંતરિયાળ ગામડાઓમાં દૂર જંગલમાં તેમજ દુર્ગમ વિસ્તારોમાં રહેતા પારકરા કોલી, ભીલ પરિવારોના ૪૦ વાંઢોમાં બાળ પ્રવૃત્તિ ચાલી.

સંખ્યા : ૪૦ વાંઢમાં ૬૦૯ કુમાર તથા ૪૪૨ કન્યા મળી કુલ ૧૦૫૧ બાળકોને શિક્ષણ આપવામાં આવ્યું.

કાર્યકર્તા : ૪૦ ગ્રામ સંગઠનો, ૪ કલસ્ટર કો’ઓર્ડિનેટર તથા ૧ કો’ઓર્ડિ. અને ૧ આ.કોર્ડિનેટર દ્વારા આ શૈક્ષણિક પ્રવૃત્તિ ચલાવવામાં આવેલી.

ઉપલબ્ધિ  : ૧૪૬ કુમાર તથા ૧૫૪ કન્યા મળી કુલ ૩૦૦ બાળકોનું શાળામાં નામાંકન કરાવવામાં આવ્યું. બાળમેળાનું આયોજન, સામાજિક બદલાવ, લોક જાગૃતિ કાર્યક્રમ, નવી પ્રાથમિક શાળાઓ માટે મંજુરીના પ્રયત્ન સાથે પીવાના પાણી અંગેની વ્યવસ્થા વગેરે કાર્યક્રમોને સફળતા મળી.

૪૫ વાંઢોમાં નવી પ્રાથમિક શાળાઓ શરૂ કરાવડાવી. હજુ નવી ૧૬ વાંઢશાળાઓ શરૂ કરાવવા મથામણ ચાલે છે.