Advocacy

સમાજનો બહુમતિ સમુદાય તો શાળા, શિક્ષકો અને શિક્ષણથી અદ્યાપિપર્યત વંચિત છે. ચાલુ પદ્ધતિથી એમાં કોઈ ઉલ્લેખનીય સુધારો થઈ જાય એ આજ દિન સુધી તો શેખચલ્લીના વિચારો જ સાબિત થયા છે. આ રાપર તાલુકાના ગ્રામીણોમાં પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ૩૦ ટકા છે. જયારે આદિવાસી કન્યા શિક્ષણનું પ્રમાણ ૨ ટકાથી પણ નીચું છે. આ આંકડા આપણા સત્તાવાર વસ્તી ગણત્રીના છે. આ વાસ્તવિકતા છે. આમાં ધરમૂળથી પરિવર્તન લાવવા માટે અમો લોકસહભાગિતા દ્વારા શિક્ષણ અને સમજણના વિકાસ માટે નીચેના દીવડા દ્વારા મહામૂલો પ્રકાશ ફેલાવવા પ્રયાસ કરી રહયા છીએ. આ બધી પ્રવૃત્તિ લોક આધારિત છે. આમાં કયાંય પણ સરકારી નાણાં આપણે લેતા નથી.

આંગણવાડી પ્રોજેક્ટ, અનુદાન: સેવ ધ ચિલ્ડ્રન (યુ.કે.), શરૂ થયા વર્ષ: ૨૦૦૨

સમાવિષ્ટ ગામો: ૩૬
આંગણવાડી કેન્દ્ર: ૪૯
હેતુ/ઉદ્દેશ્ય: આરોગ્ય વિષયક સમજ, લોક જાગૃતિ, સજ્જતા કાર્યક્રમ, પૌષ્ટિક આહાર માર્ગદર્શન, આંગણવાડી બાંધકામ તથા સંચાલિકા તાલીમ શિબિર
કાર્યકર:

સખી વૃંદ પ્રોજેક્ટ, અનુદાન: ફિક્કી કેર (કેર ઈન્ડિયા), શરૂ થયા વર્ષ: ૨૦૦૨

સાત કાર્યકર દ્વારા ૨૨ ગામોમાં સખી વૃંદ કેન્દ્ર ચલાવવામાં આવેલ. જેમાં નાની ઉંમરે પ્રાથમિક શિક્ષણથી પણ વંચિત રહી જવા પામેલી ૬૩૧ કિશોરીઓને અક્ષરજ્ઞાનની સાથે સાથે સાયકલીંગ અને શીવણની તાલીમ આપવામાં આવેલી, ‘ કિશોરી ચેતના સંમેલન, ’  ‘ દિકરી કરે સવાલ ’ જેવા કાર્યક્રમો દ્વારા સામાજિક કુરૂઢિઓ દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત નારી સંગઠન દ્વારા વૈયક્તિ, કૌટુંબીક અને ગામના પ્રશ્નોનો નિવેડો લાવવાની પણ તાલીમ આપવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જીવન ઘડતર, નારી સશક્તિ કરણ અને સામાજિક જાગૃતિ દ્વારા આત્મવિશ્વાસ વધારવા હતો..

ચાઈલ્ડ લાઈન પ્રોજેક્ટ, અનુદાન: જનપથ, સેવ ધ ચિલ્ડ્રન (યુ.કે.), શરૂ થયા વર્ષ: ૨૦૦૧

ભૂકંપ પછી નાના બાળકો તરફ સૌથી વધુ દુર્લક્ષ સેવાયેલું. તેવા સમયે આવા બાળકોને સહાય, સધિયારો અને સ્નેહ આપવા આ યોજના શરૂ કરવામાં આવેલી. જેમાં બાળકો સાથે સીધો સંપર્ક કરી તેમની મુશ્કેલીઓના નિવારણમાં મદદરૂપ થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભૂકંપગ્રસ્ત વિસ્તારના અનેક સ્થળોએ બાળ પ્રવૃત્તિ કેન્દ્ર શરૂ કર્યા.

બાલવૃંદ, અનુદાન: જનપથ, સેવ ધ ચિલ્ડ્રન (યુ.કે.), શરૂ થયા વર્ષ: ૨૦૦૧

કેન્દ્રની સંખ્યા: ૩૮
સહભાગી સંખ્યા: ૭૦૦ થી ૮૦૦ બાળકો
ચાલુ પ્રાથમિક શાળાઓમાં ભણતાં બાળકોના ઘડતર માટે પ્રેરણા, વાતો, ગીતો વગેરે.

કાયમી આવાસ યોજના અને મોડેલ હાઉસ, અનુદાન: કચ્છ નવનિર્માણ અભિયાન-ભુજ, શરૂ થયા વર્ષ: ૨૦૦૧

નોંધ: કચ્છમાં આવેલા મહાવિનાશક ભૂકંપ સમયે ૯૦% જાનહાની મકાનો ધરાશયી થવાના કારણે થઈ હતી. ભવિષ્યમાં ફરી આ પ્રકારની આપત્તિના ભોગથી બચવા ભૂકંપ પ્રતિરોધક મોડેલ હાઉસ ગામડાઓમાં જ બનાવ્યા. જેથી લોકો પોતાના મકાનો બનાવે ત્યારે તેનો પ્રત્યક્ષ લાભ લઈ શકે. તે જ પ્રકારના બે ગામમાં ૬૨ મકાનો કાયમી આવાસ યોજના નીચે બનાવ્યા.
સહયોગ: અભિયાન – ભુજ
મોડેલ હાઉસ: ગામ- ૯, મકાન- ૨૩
પાકા મકાન: ગામ- ૨, મકાન- ૬૨

સી.આર.સી.જી. કાર્યક્રમ, અનુદાન: એક્શન એઈડ ઇન્ટરનેશનલ-ભારત, શરૂ થયા વર્ષ: ૨૦૦૪

પ્રવૃત્તિ: ટાસ્ક ફોર્સ-બાળ લોક જાગૃતિ, કારખાનામાં કે અન્ય જગ્યાએ કામ કરતા બાળ મજુરોની તપાસ, કાયદાકીય માર્ગદર્શન અને બાળ અધિકાર પ્રવૃત્તિ.
વર્કશોપ: ૭ રીજીયોનલ વર્કશોપ – કચ્છ, સુરત, મહેસાણા, ભાવનગર, સાબરકાંઠા અને અમદાવાદ.

બાળ મજુરી વિરોધી દિન તથા બાળ દિન ઉજવણી જેવા કાર્યક્રમોની ઉજવણી.

જાગતે રહો કાર્યક્રમ, અનુદાન: મો વિમોન્દો, શરૂ થયા વર્ષ: ૨૦૦૫

હેતુ: દુષ્કાળ, વાવાઝોડું, ધરતીકંપ તથા વારંવાર પડતા દુષ્કાળ અને મેલેરિયા જેવા કુદરતી પ્રકોપનો ભોગ બનતા આ વિસ્તારના લોકોને તેની સામે સજ્જતા કેળવવા માટે આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.

જેમાં ૧૦ ગામના અબાલ-વૃદ્ધ સૌને આપત્તિઓ સામે સજ્જ બનાવવા તાલીમ આપવામાં આવી. ગામડાઓ માટે તથા તાલુકા માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી. બે ગામમાં પાણી સંગ્રહના ટાંકાઓ બનાવવામાં આવ્યા.