environment
જળસ્ત્રાવ વિકાસ પરીઓજન (પી. આઈ. એ.), અનુદાન: ડી. આર.ડી. એ. - કચ્છ નવનિર્માણ અભિયાન – ભુજ શરૂ થયા વર્ષ: ૨૦૦૧
સઈ: પાબુસરી તળાવ-૧, ઝીઝણીયું તળાવ, બોરીબંધ – ૩, હાઇસ્કુલમાં ભૂગર્ભ જળ સંગ્રહ તથા લીંબડા બીજ વાવેતર.
ખીરઈ: વિરાસરી તળાવ – ૧
ચિત્રોડ: બોરીબંધ -૨
ગામ: કાનમેર તથા આણંદપર.
ગામનું નામ | તળાવનું નામ | થયેલ ખર્ચ |
---|---|---|
કાનમેર | લાંબાપીયા ગામ તળાવ. | રૂા. ૫,૬૪, ૪૫૭ – ૦૦ |
આણંદપર | ગામ તળાવ આવ સુધારણા. | રૂા.૧, ૯૪, ૬૪૬ – ૦૦ |
હેતુ: ગામ તળાવ સુધારણા, સ્થાનિક સ્વરોજગારી તથા પીવા માટેના પાણીનો સંગ્રહ
પર્યાવરણ સુરક્ષા
પર્યાવરણને સુરક્ષિત રાખવું એ હવે માનવધર્મ બની ગયો છે. સંસ્થાએ આ ક્ષેત્રે પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે. ૨૨ ગામના ૧૧૭૦ પરિવારોને નિર્ધૂમ ચૂલા બનાવી આપી પર્યાવરણને શુદ્ધ રાખવા જહેમત લીધી છે, તો બારગામના ૨૪૯ પરિવારો માટે સુલભ શૌચાલયો બનાવડાવી આપ્યા છે. વરસાદના વહી જતાં પાણીનો સંગ્રહ કરવા જુદા-જુદા ૧૪ જેટલા વિસ્તારોમાં ૧૮ લાખના ખર્ચે તળાવડાઓ બનાવી આપી સેંકડો લોકો અને હજારો પશુ-પંખીઓની તૃષા છીપાવવાનું અદકેરું કામ સંસ્થા દ્વારા થઈ શક્યું છે. તે ઉપરાંત ખેડૂતોને ફળાઉ વૃક્ષોના છોડ આપીને તેમજ વિદ્યાર્થીઓ દ્વારા સેંકડોની સંખ્યામાં વૃક્ષો ઉછેરીને વાતાવરણને શુદ્ધ બનાવવામાં સંસ્થાનું આગવું પ્રદાન રહ્યું છે.
પર્યાવરણ સુરક્ષા યોજના : વર્ષ – ૧૦૧૮–૧૯નું કાર્ય: નાના રણને અડીને આવેલા વાગડ વિસ્તારના અંતરિયાળ, દુર્ગમ અને પછાત વિસ્તારમાં આવેલા, રસ્તાઓ, વીજળી, પીવાના પાણી અને અનેકવિધ સરકારી યોજનાઓથી વંચિત રહી જવા પામેલા ચકાસરીવાંઢ, ખતલાવાંઢ, ગોરથાણા તથા કમુઆરા વાંઢમાં રહેતા લોકો અને પશુઓની ધોમધખતા તાપમાં મુલાકાત લઈને અહીની વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરતા અનેક સંસ્થાઓના આધાર સ્તંભ એવા પર્યાવરણ સુરક્ષાના પર્યાય બનેલા મુંબઈના શ્રેષ્ઠીવર્ય આ.શ્રી પ્રફુલ્લભાઈ વોરાનું હૈયું હચમચી ઉઠ્યું. તેમણે મુલાકાત દરમિયાન જોયું કે કેટલીક વાંઢોનો પીવાના પાણીનો સ્રોત ફક્ત વરસાદનું તળાવમાં સંગ્રહ થતું પાણી જ છે. આ તળાવો નાના હોવાથી બારેય માસ પાણી મળતું નથી તેથી વાંઢોના લોકોને દર વર્ષે પોતાના માલ-ઢોર સાથે સ્થળાંતર કરવું પડે છે. અને તરપંખડા જેવું ઘર હોય, વિકટ પરિસ્થિતિ હોય તો પણ પોતાનું ઘર છોડવું કયા જણને ગમે?સમાજ ઉત્થાન માટે કાર્યો કરવા માટે જેમણે પોતાના જીવનના છ સાડા છ દાયકા ખર્ચી નાખ્યા છે એવા આ. શ્રી પ્રફુલ્લભાઈને તત્ક્ષણ ઉપાય હાથમાં આવ્યો અને તે એ કે આ વિસ્તારમાં આવેલા તલાવડાઓને એવા નવ નિર્મિત બનાવવા જોઈએ કે કે જેથી સ્થાનિક લોકોને કમ સે કમ બારેય માસ પીવાનું પાણી મળી રહે…!!!
તેમની સાથે આવેલા મુંબઈના શ્રી કમલેશભાઈ ગાંધીને ખતલાવાંઢના એક તળાવને નવનિર્મિત કરાવવાની આર્થિક જવાબદારી સોંપી તેમણે આ કામની શરૂઆત કરાવી. તથા વિવિધ વાંઢોમાં પુર જોશમાં તળાવડાઓ બનાવવાની કામગિરિ શરુ કરાવી, જેથી આ વરસના ચોમાસાના વરસાદના પાણીને સાચવી લઇ શકાય.. પછીતો આ કાર્યમાં પોતાની પ્રેમાળ “માં” ની યાદમાં ખતલાવાંઢમાં એક તળાવડું ભરતભાઈ દાબેલીવાળા શ્રી વિનોદભાઈ દાવડાએ બનાવી આપ્યું અને ભૂરવાંઢનું વિશાલ તળાવ રામકૃષ્ણ આશ્રમ – રાજકોટ થકી પણ નિર્મિત થયું … માર્ચ મહિનો પૂર્ણ થતા થતા તો ત્રણ તળાવો નવનિર્મિત બની પણ ગયા અને આ કામ પુરજોશમાં હજી પણ ચાલુ છે વાગડના વિશાળ વિસ્તારમાં આ કામ માટે બહુ મોટા આર્થિક સહયોગની તાતી જરૂર છે. હજુ આ વિસ્તારની કેટલી વાંઢોની પીવાનું પાણી પ્રાપ્ત કરવાની સ્થિતિ એવી જ કંઇક છે તે નીચે આપેલી વિગતથી સમજી શકાશે.
ક્રમ | વાંઢનું નામ | કુલ પરિવાર | ખેતીલાયક જમીન | કુવા સજીવન થવાની શક્યતા | પશુઓની કુલ સંખ્યા | ડુંગરાઓમાં ચરાવવા જતા માલધારીઓની પશુ સંખ્યા | લાભાર્થી વન્યપશુઓ જેવા કે નીલ ગાય, ઘુડખર હરણ વી | નોંધ |
---|---|---|---|---|---|---|---|---|
૧ | કમુઆરા વાંઢ | ૩૦ | ૧૫૦ એકર | ૭ | ૧૨૫ | ૩૦૦ થી ૧૭૦૦ | ૨૫૦ થી ૩૦૦ | તળાવ મોટું થશે તો ૧૨ માસ પાણી મળશે |
૨ | ચકાસરી વાંઢ | ૨૫ | ૮૦ એકર | NIL | ૧૩૦ | ૪૦૦ થી ૧૬૦૦ | ૪૦૦ | ૧૦ માસ પાણી મળી શકશે |
૩ | ગૌણથાણા વાંઢ | ૩૦ | ૭૦ એકર | ૧ ગામતળ | ૧૪૦ | ૭૦૦ થી ૨૦૦૦ | ૬૦૦ | આજુબાજુના ૩ ગામોને પાણી મળી શકશે |
૪ | સુજપરા વાંઢ | ૨૯ | જમીન વિહોણા | NIL | ૬૦ | NIL | ૩૦૦ | તળાવના પાણી સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી |
૫ | ભુરાવાંઢ | ૨૭ | જમીન વિહોણા | NIL | ૧૦૦ | ૪૦૦ થી ૫૦૦ | ૧૦૦ | –ઉપર મુજબ — |